Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ચૂટણીંમાં દારૂની રેલમછેલ સામે વડોદરા પોલીસની તવાઈ:432 નંગ દારૂની બોટલો સાથે એક ઝડપાયો :બે વોન્ટેડ જાહેર

મહાકાલ સ્ટીલ લોખંડ ભંગારના વાડામાં પોલીસે તપાસ કરતા એક બે નહીં કૂલ 432 નંગ વિદેશ દારૂની બોટલો મળી

વડોદરા :  રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો એક તરફ જીત હાસીલ કરવા દિવસ રાત પ્રચારમાં લાગેલા છે. ચૂંટણી ટાણે પોતાના પક્ષના ઉમેદવારને જીત હાસીલ કરાવવા તમામ પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પણ હાલ ગુજરાતની મુલાકાતે છે. રાષ્ટ્રીય નેતાઓના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવાથી બુટલેગરો શહેરમાં દારૂની રેલમછેલ કરી રહ્યાં છે. પરંતુ બુટલેગરોના આ મનસુબાને વડોદરા પોલીસની પીસીબી શાખાએ નાકામયાબ કરી 432 નંગ દારૂની બોટલો સાથે એકની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

 

 બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના વડસર બ્રીજ પાસે રહેતો મયુર ઉર્ફે ભયલુ અને તેનો મિત્ર રાજેશ ઉર્ફે ભુરીયોએ મકરપુરા જીઆઇડીસી સ્થિત રાહુલ ત્રિવેદીના લોખંડના ભંગારના વાડામાં વિપુલ માત્રમાં દારૂનો જથ્થો ઉતારેલો છે. અને હાલ મયુર ઉર્ફે ભયલુ પોતાની એક્ટિવા સાથે હાજર છે. આટલી માહિતી મળતા પીસીબીની ટીમ તાત્કાલીક મકરપુરા સ્થિત મહાકાલ સ્ટીલ ભંગારના વાડા પર પહોંચી હતી. જ્યાં મયુર ઉર્ફે ભયલુને દબોચતા દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.

મહાકાલ સ્ટીલ લોખંડ ભંગારના વાડામાં પોલીસે તપાસ કરતા એક બે નહીં કૂલ 432 નંગ વિદેશ દારૂની બોટલો મળી આવી હતી. જેની બજારા કિંમત રૂ. 1,39,200 ગણવામાં આવી છે. જોકે આ દારૂના જથ્થા અંગે પોલીસે વધુ તપાસ કરતા જાંબુઆ ખાતે રહેતા રાજેશ ઉર્ફે ભુરીયો પરમાર અને રાહુલ સંતોષ ત્રિવેદીનુ નામ ખુલ્યું હતુ. જેથી પોલીસે બન્નેને વોન્ટેજ જાહેર કરી તેઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે

(9:12 pm IST)