Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પીએમ નરેન્દ્રભાઈ મોદી એક 'કલ્પવૃક્ષ' છે, કેજરીવાલ બાવળનું વૃક્ષ છે, કાંટા જ મળશે: શિવરાજસિંહ ચૌહાણ 

 કચ્છમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જનસભાને સંબોધતા કોંગ્રેસ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીને લઈ પહેલા અને બીજા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે.હાલ તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટીના પ્રચાર પસારમાં વ્યસ્ત છે. ત્યારે ભાજપે કચ્છ જિલ્લામાં પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે.કચ્છમાં આયોજિત એક જાહેરસભામાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સભાને સંબોધી હતી.

કચ્છમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જનસભાને સંબોધિત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. કચ્છમાં આયોજિત જાહેરસભામાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સભાને સંબોધી હતી. જે દરમિયાન તેમના દ્વારા સંબોધન દરમિયાન સીએમ શિવરાજ સિંહે કોંગ્રેસ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સભાને સંબોધતા કહે છે કે,પીએમ નરેન્દ્રભાઈ  મોદી એક 'કલ્પવૃક્ષ' છે, તમે જે ઈચ્છો તે પ્રાપ્ત કરી શકો છો. કેજરીવાલ બાવળનું વૃક્ષ છે, કાંટા જ મળશે. રાહુલ ગાંધી ઝાડી છે જે પાકને નુકસાન પહોંચાડશે. આ કોંગ્રેસ અને આપ દેશમાંથી સંતોષ અને શાંતિને નષ્ટ કરી દેશે.

મહત્વનું છે કે, શિવરાજ સિંહ ચૌહાણ વર્તમાનમાં મધ્યપ્રેદશના પૂર્વ મુખ્યમંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક છે. તેમણે રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યકર્તા તરીકે પોતાની સેવા શરૂ કરી. ત્યારથી લઈ આજ સુધી તેઓ અલગ-અલગ સ્વરૂપે પોતાની સેવા આપતા રહ્યા છે. તેઓ મધ્ય પ્રદેશની વિદિશા લોકસભાની સીટથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. વર્તમાનમાં શિવરાજ સિંહોર જિલ્લાના બુધની વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી જ તમામ રાજકીય પક્ષોમાં વિવાદ વકર્યા હતા. જે એક બાદ એક ઉગ્ર બનતા ગયા હતા. આ વિવાદ હજી પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં જોવા મળી રહ્યા છે. જેના પરિણામે આજે નવસારીમાં 2000 કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો હતો. જેને જોતા હાલ ભાજપ જીતના વધુ પગથિયા ઉપર જતું જોવા મળી રહ્યું છે.

 

(9:35 pm IST)