Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ગુજરાત ચૂંટણીમાં 710 ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત : 22 કરોડની રોકડ સહિત 61 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

લો એન્ડ ઓર્ડરના એડીજીપી નરસિમ્હા કોમારે કહ્યું -ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તારીખ 3થી 18 સુધી કુલ 21,704 કેસ કરાયા જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરાઈ

અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અગત્યની કામગીરીમાં 710 ફ્લાઈંગ સ્ક્વોડ અને 1058 સ્ટેટિંક સર્વેલન્સ ટીમ કાર્યરત છે.

 આ અંગે લો એન્ડ ઓર્ડરના એડીજીપી નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે આ કામગીરી દરમિયાન ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તારીખ 03/11/2022 થી 18/11/2022 સુધી કુલ 21,704 કેસ કરવામાં આવ્યા છે ,જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 17,88,070 રૂ. નો દેશી દારૂ અને 9,04,48.053 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા 13,44,98,304 રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 22,67,34,427 નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

  રાજ્યમાં વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાંઅંગેની કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54,373 હથિયારો જમા લેવામાં આવ્યા છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે

(12:12 am IST)