Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

અમદાવાદમાં વધુ એક વિઝા કૌભાંડ:અમેરિકાના વિઝાના નામે વસ્ત્રાલના એક યુવક સાથે 15 લાખની છેતરપિંડી

કેટલાંક ગઠિયાઓએ યુ.એસ. એમ્બેસીના અધિકારી સહિતની ઓળખ આપીને ટુકટે ટુકડે યુવક પાસેથી રૂપિયા 15 લાખ જેટલી માતબર રકમ લઇ લીધી

અમદાવાદ શહેરમાં વધુ એક વિઝા કૌભાંડ સામે આવ્યું છે. એમરિકાના વિઝા અપાવવાના નામે વસ્ત્રાલના એક યુવક સાથે 15 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. વસ્ત્રાલમાં રહેતા અને જાણીતી ફાર્મા કંપનીમાં નોકરી કરતા યુવકે પરિવાર સાથે અમેરિકા સેટલ થવાનું હોવાની ઇચ્છા હોવાથી યુ.એસના વિઝાનું કામ ફર્મના ફેસબુક પર તપાસ કરી હતી. 

જે અનુસંધાનમાં કેટલાંક ગઠિયાઓએ યુ.એસ. એમ્બેસીના અધિકારી સહિતની ઓળખ આપીને ટુકટે ટુકડે યુવક પાસેથી રૂપિયા 15  લાખ જેટલી માતબર રકમ  લઇ લીધી હતી. એટલું જ નહી યુવકને વિશ્વાસ થાય તે માટે તેને મુંબઇ યુ.એસ કોન્સ્યુલેટની ઓફિસની બહાર બોલાવ્યો હતો.

જો કે બાદમાં એપોઇન્ટમેન્ટ રદ થયાનું કહીને ફરીથી પ્રોસેસ કરવાનું કહેતા રવિન્દ્રને શંકા ગઇ હતી અને તેણે નાણાં પરત માંગ્યા હતા. પરંતુ, તે બાદ તમામ લોકોએ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા.  જેથી છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

(12:56 am IST)