Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

આણંદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ : 7 દિવસમાં 36 લોકો કોરોના સંક્રમિત : સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

જિલ્લા આરોગ્ય તંત્રની 7 જેટલી ટીમોએ ગામમાં તકેદારીના પગલાં સ્વરૂપે દવાઓની વહેંચણી કરી

આણંદમાં છેલ્લા 7 દિવસમાં 36 કરતા વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. ગઈકાલે સાંજથી ગામમાં કોરોના સંક્રમિત કેસોની સ્થિતિ વધુ વિકરાળ બનતા ગામ ને સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે.

  મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં ફર એકવાર કોરોનાનો આતક જોવા મળી રહ્યો છે. ગામમાં કોરોનાના એક સાથે 36 કરતા વધારે કેસ સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 20 જેટલા કોરોનાના કેસો સામે આવતા જ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને ઘરે ઘરે ફરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય તંત્રની 7 જેટલી ટીમોએ ગામમાં તકેદારીના પગલાં સ્વરૂપે દવાઓની વહેંચણી કરી તાપમાન માપવા સહિત લોહીના સેમ્પલો લઈ સતર્કતા દાખવી હોવાનું જાણવા મળે છે.

 જયારે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગામમાં સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે અને ગ્રામજનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એક બાજુ દેશમાંથી કોરોનાની વિદાયની તૈયારી થઈ રહી છે, બીજી બાજુ ડેમોલ જેવા નાનકડા ગામમાં મોટી સંખ્યામાં અચાનક રીતે આવેલા કોરોનાના કેસોથી ગામ સ્તબ્ધતા પામેલ છે.

 તંત્ર ગામ લોકોને આરોગ્ય સેવા આપવામાં આનાકાની અને ઉદાસીનતા દાખવતું હોઈ ગામના યુવાનો અલ્પેશ પટેલ ,પ્રિયલ પટેલ અને સંજય પટેલે આક્ષેપ કર્યો છે.આરોગ્ય ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતું નથી અને નાગરિકો સાથે બિનસંવેદનશીલ વ્યવહાર રાખે છે. જે બાબતને લઈ આરોગ્ય તપાસ ટીમ અને યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બાદ તંત્ર હરકતમાં આવ્યું અને ગામમાં સર્વેલન્સ અને કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે.ગામમાં 50 જેટલા લોકો હોમક્વોરોન્ટાઈન થયાની માહિતી મળી છે.જોકે સરકારી તંત્ર સાચા આંકડા છુપાવી રહયુ ના આરોપ પણ લાગી રહ્યા છે.

આજના છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના જિલ્લાવાર માહિતી પ્રમાણે અમદાવાદમાં 52, વડોદરામાં 51, સુરતમાં 45 કેસ, રાજકોટમાં 26, જામનગર – ગાંધીનગરમાં 10 – 10 કેસ, ભાવનગરમાં 4 અને જૂનાગઢમાં 3 કેસ, મહેસાણામાં 8, ગીર સોમનાથમાં 7, આણંદમાં 6 કેસ, ખેડામાં 6, ભરૂચ અને કચ્છમાં 5 – 5 કેસ, સાબરકાંઠામાં 4, દાહોદ – પાટણમાં 2 – 2 કેસ, બનાસકાંઠા, મહિસાગર, મોરબીમાં 3 – 3 કેસ, અમરેલી, અરવલ્લી, છોટાઉદેપુરમાં 1 કેસ, દ્વારકા, નર્મદા, નવસારીમાં 1 – 1 કેસ, પંચમહાલ અને વલસાડમાં 1 – 1 કેસ નોંધાયા છે.

(9:09 am IST)