Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

હવે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કલાસ ૧ અધિકારીના લાંચના ભાવ એક સરખા થઈ ગયા!!

હવે લાંચનો નવો પ્રકાર : વાંધા વાળું ચૂંટણી ફોર્મ માન્ય રાખવા પોતાના માટે એક લાખ તથા સાહેબ માટે અલગથી લાંચ માગેલ : મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસના સહકારી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ ૧ લાખ લાંચ માંગણી છટકામાં આબાદ સપડાયા : સુરતના કામરેજ પોલીસ મથકના હેડ કોન્સટેબલ પણ એક લાખના લાંચ છટકામાં સકંજામાં : લાંચ રકમમાં ઊંચ નીચ ભેદ ભાવ ભુસતા જાય છે

રાજકોટ તા. ૧૯ : અત્યાર સુધીમાં વિવિધ કામો માટે લાંચ લેતા સરકારી અઘિકારીઓ અને કર્મચારીઓ તથા વચેટિયા ઝડપાયા છે પરંતુ -થમ વખત વાંધા વાળું ફોર્મ મંજૂર કરાવવા માટે પોતાના માટે એક લાખઅને મંજૂર કરનાર અધિકારી માટે અલગથી લાંચ માંગનાર કલાસ ૧ સહકારી અધિકારી ઝડપાઇ ગયા છે.              

ઉકત બાબતે acb સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર વિભાગના આ અધિકારી સામે એક જાગૃત ફરિયાદી વિરૂદ્ધ acb મા ફરિયાદ દાખલ થયેલ હતી. ઉકત ફરિયાદમાં અરજદાર દ્વારા મહેસાણા પંથકના સાવલા પંચાયત માટે પોતાની પત્ની દ્વારા જે ફોર્મ ભરાયેલ તેમાં વાંધ કાઢેલ. ફરિયાદીની પત્ની દ્વારા લેખિતમાં વાંધા સંદર્ભે ખુલાસો કરેલ.

 ઉકત સંદર્ભે આરોપી સહકારી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા ફોર્મ મંજૂર કરવા માટે  પોતાના એક લાખ અલગથીઅને ફોર્મ મંજૂર કરનાર સાહેબ માટે અલગથી લાંચ માગેલ. 

ફરીયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોય acb નો સંપર્ક કરેલ જે આધારે ગાંધીનગર acb એકમ ના મદદનીશ નિયામક એ.કે.પરમારના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ બી.ઞામેતી ટીમ દ્વારા  વિસનગર વિશ્રામ ગૃહ પાસે છટકું ગોઠવી આરોપી અધિકારી ને ઝડપી લીધેલ.

 Acb દ્વારા સુરતના કામરેજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વસાવા તથા અશ્વિનભાઈ પટેલને પણ એક લાખની લાંચ મામલામાં ઝડપી લીધા છે.             

એક જાગૃતિ દ્વારા થયેલ ફરિયાદ દ્વારા ફરિયાદી આધારે આ કાર્યવાહી થયેલ છે.. કામરેજ પોલીસ મથકમાં થયેલ ફરિયાદ સંદર્ભે ફરિયાદી તથા તેના શેઠની અટક થયેલ તે મામલામાં જામીન ઉપર છોડવા તા આ બાબતની જાણ પુરવઠા મામલતદારને ન કરવા આરોપીઓ દ્વારા એક લાખની માંગણી કરેલ જેની પતાવટ ૧ લાખમાં કરવા ખાત્રી આપેલ.             

આરોપી દ્વારા લાંચની રકમ કામરેજ ચોકડી પાસે આવેલ વી.પટેલ આંગડિયા પેઢી કર્મચારીને આપી દેવા જણાવેલ. આમ આરોપીનો દ્વારા લાંચ સ્વીકારતા acb દ્વારા વડોદરા એસીબી મદદનીશ નિયામક એસ.એસ.ગઢવીના સુપરવિઝનમા કાર્યવાહી અમદાવાદ ફિલ્ડ પીઆઇ એમ.વી.પટેલ ટીમ દ્વારા કરવામાં આવેલ.

(2:42 pm IST)