Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમેરિકી નાગરીકોને ધાક-ધમકી આપી હજારો ડોલર ટ્રાન્સફર કરી લેવાતા

અમદાવાદના વસ્ત્રાપુરમાંથી નકલી કોલ સેન્ટર પકડાયુ : ૭ ની ધરપકડ

અમદાવાદ,તા. ૧૯: વસ્ત્રાપુર વિસ્તારના એક કોમ્પલેક્ષમાં અમેરિકી નાગરીકોને ફસાવી ઠગાઇ કરનાર કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ૭ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૬ કોમ્પ્યુટર, બે લેપટોપ, ૮ મોબાઇલ, રાઉટર અને ૧૧ હજારની રોકડ સહિત કુલ ૯૧ હજારનો મુદ્દામાલ પકડેલ.

આરોપીઓમાં કોલ સેન્ટર સંચાલક સૌરીન રાઠોડ, દુષ્યંત વર્મા, આવિષ્કાર ઠાકુર, શ્રેયસ સાંગલે, ચિન્મય નિકમ, સંજીવ છંત્રી અને ચંદ્રગુપ્ત મહેરીયાની ધરપકડ કરાઇ છે. સંચાલક સૌરીન અમેરિકી નાગરીકોને સોશ્યલ સીકયોરીટી નંબર સાથે છેડછાડની વાત કરી સેપ્લમેન્ટ કરવા કહેતો અને ૨ હજારથી ૫૦ હજાર ડોલર જેટલી રકમ ઠગી લેતો હતો.

(2:43 pm IST)