Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચારના અંતિમ દિવસે બઘડાટીઃ વોર્ડ નં.16માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્‍ચે મારામારી

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી જતા માહોલ ગરમાયો હતો અને બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી. ડભોઇ રોડ પર રોડ શો દરમિયાન બન્ને રેલીઓ આમને-સામને આવી હતી અને પછી બન્ને વચ્ચે ટકરાવ થયો હતો.

વડોદરામાં વોર્ડ નંબર-16માં ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રોડ શોનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. મતદારોને રીઝવવા માટે નીકળેલા કાર્યકરો આમને-સામને આવી જતા મામલો ગરમાયો હતો અને બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યકરોને શાંત કરી મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપે પ્રચાર ઝડપી બનાવ્યો

ભારતીય જનતા પાર્ટીએ વડોદરામાં પોતાનો પ્રચાર ઝડપી બનાવ્યો હતો. વડોદરામાં ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. વોર્ડ નંબર-10ના રોડ શોમાં સૌરભ પટેલ, દિલીપ સંઘામી સહિતના નેતાઓ જોડાયા હતા. આ દરમિયાન સૌરભ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા વડોદરામાં અનેક જગ્યાએ કોંગ્રેસ વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પરેશ ધાનાણી અને રાજીવ સાતવ વિરૂદ્ધ અપશબ્દો લખવામાં આવ્યા હતા. જોકે, વિવાદ વધે તે પહેલા જ પોલીસે આ પોસ્ટરને હટાવ્યા હતા.

(4:52 pm IST)