Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં લાલ કલરનું કેમિકલનું પાણી છોડવામાં આવતા લોકોએ વિવાદ દેખાડ્યો

વડોદરા:શહેરની આસપાસ માં અનેક કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે આ કેમિકલ ફેક્ટરીઓ કેટલીકવાર ટેન્કરોમાં પ્રદૂષિત પાણી ભરીને નજીકમાંથી પસાર થતાં પાણીના સ્ત્રોતમાં ફાળવી દેતા હોવાના કિસ્સા અવારનવાર બન્યા છે.

કેમિકલ કંપનીના પ્રદૂષિત પાણી આજુબાજુમાં આવેલા ગામ તળાવમાં પણ આવતા રહ્યા છે એ જ રીતે મીની નદી અને મહીસાગરમાં કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી આવતા હોવાના ભૂતકાળમાં કિસ્સા બહાર આવ્યા છે.

વિશ્વામિત્રી નદીની આસપાસ માં કેમિકલ ઉપયોગ નથી પરંતુ શહેર બહાર અજ્ઞાત સ્થળે થી વિશ્વામિત્રીમાં ટેન્કરો ભરીને કેમિકલવાળું પાણી ગઈકાલે ઠાલવ્યું હોવાનું બહાર આવ્યું છે હા કેમિકલવાળું પાણી શહેર બહારથી હરણી સમા કારેલીબાગ અને છેક નરહરિ બ્રિજ સુધી પહોંચ્યું છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ ડ્રેનેજનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે જેને કારણે પાણીનો રંગ કાળો થઇ ગયેલો જોવા મળતો હોય છે પરંતુ આજે કેમિકલયુક્ત લાલ પાણી વિશ્વામિત્રીમાં છોડી દેવામાં આવતા પાણીનો રંગ લાલ થઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું.

(6:03 pm IST)