Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વડોદરામાં માતાને લાફા મારવા બદલ યુવકની કરપીણ હત્યા કરનાર બે સગાભાઇઓને પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા: શહેરમાં માતાને લાફા મારનાર યુવકની કરપીણ  હત્યા કરનાર બે સગાભાઇઓની ધરપકડ કરવામાં આવી છે. તથા એક સગીર ને પણ પકડી લીધો છે.પોલીસે હુમલાખોરો પાસેથી ખંજર,છરો તથા લાકડી કબજે કર્યા  છે.

જાંબુવા વુડાના મકાનમાં રહેતા મનોજ વાલજીભાઇ પરમારની હત્યામાં સામેલ બે ભાઇઓ ગણેશ ઉર્ફે કાલુ તથા સંજય પરમારના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા મકરપુરા  પી.આઇ. આર.એ.પટેલે તેમની ધરપકડ કરી છે.જ્યારે ત્રીજો હુમલાખોર સગીર વયનો હોવાનુ તપાસ દરમિયાન જાણવા મળ્યુ છે.પોલીસે આરોપીઓ  પાસેથી હત્યામાં ઉપયોગમાં  લેવાયેલા ખંજર,છરો અને લાકડી કબજે લીધા છે.આ ગુનામાં સામેલ ચોથા આરોપીનું નામ મેહુલ હોવાનુ ખુલ્યુ છે.જેની ધરપકડ માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.

(6:03 pm IST)