Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વડોદરામાં બિલ્ડર દ્વારા મોર્ગેજ કરવામાં આવેલ મકાન બરોબર વેચી 20 લાખની છેતરપિંડી અચરનાર દંપતી વિરુધ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા મહેશભાઈ વાસ્તેકર શાકભાજીનો વેપાર કરે છે. વર્ષ 2018 માં તેમણે સૃષ્ટિ ડુપલેક્ષ સાઇડ ઉપર મકાન બુક કરાવ્યું હતું અને મકાન પેટે રૂપિયા 22 લાખ ચૂકવ્યા હતા. વર્ષ 2021 દરમિયાન તેમના મકાન ઉપર પંજાબ નેશનલ બેંકની મકાન નીલામીની નોટીસ જણાતા તેઓ ચોંકી ઊઠયા હતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ મકાન અગાઉ રમીલાબેન પટેલને વર્ષ 2017 દરમિયાન 20 લાખમાં દસ્તાવેજ કરી મોર્ગેજ કરી આપ્યું હતું જેની લોન ના હપ્તા બાકી પડતા બેંક દ્વારા નીલામીનું પગલું ભરવામાં આવ્યું હતું.

જેથી લોન મેળવી મકાનનો દસ્તાવેજ બેંકમાં મોર્ગેજ અર્થે મુકેલા હોવા છતાં ફરિયાદીને અંધારામાં રાખી 22 લાખ રૂપિયામાં વેચાણ દસ્તાવેજ કરી આપી છેતરપિંડી આચરવા મામલે  વેપારીએ સૃષ્ટિ ડુપલેક્ષ ના ડાયરેક્ટર મહેશભાઈ હિરાભાઇ પટેલ તથા તેમની પત્ની  રમીલા બેન પટેલ ( રહે -ગંગોત્રી રેસીડેન્સી ,ગોત્રી, વડોદરા) વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(6:04 pm IST)