Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સુરતના કાપોદ્રામાં સોસાયટીના ગેટની બહાર કામ કરતા યુવાનને માર મારી લૂંટારૃઓએ ફોન સહીત રોકડ ચાઉં કરી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેર ના કાપોદ્રા ગાયત્રી સોસાયટીના ગેટની સામે કડીયાકામ કરતા યુવાનને પકડી તમાચા મારી બાદમાં એક લૂંટારુએ ચપ્પુ મારી ગંભીર ઇજા પહોંચાડી રોકડ અને મોબાઈલ ફોન લુંટનાર બે પૈકી એક લૂંટારુને કાપોદ્રા પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો વતની અને સુરતમાં પુણા ગામ ગીતાનગર 2 મકાન નં.49 માં ભાડેથી રહેતો અને કડીયાકામ કરતો 40 વર્ષીય શંકર થાવરાભાઇ કલારા ગતરાત્રે 8 વાગ્યે ગાયત્રી સોસાયટી મેઇન ગેટની સામે ક્રિનલ સોડા અને ઝેરોક્ષ દુકાનની સામેથી ચાલતો જતો હતો ત્યારે બે અજાણ્યાએ તેને પકડી ગાળો આપી તેમજ ગાલ પર તમાચા માર્યા હતા.

બાદમાં એક લૂંટારુએ છરા વડે પેટના ભાગે ડાબી બાજુ કમરના ઉપરના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી અને શંકરના શર્ટના ખીસ્સામાંથી રોકડા રૂ.2000 અને રૂ.500 ની મત્તાના મોબાઈલ ફોનની લૂંટ કરી બંને ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત શંકરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા કાપોદ્રા પોલીસને બનાવની જાણ થઈ હતી. કાપોદ્રા પોલીસે શંકરની ફરિયાદના આધારે રૂ.2500 ની મત્તાની લૂંટ કરનાર બે લૂંટારુ પૈકી એકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

(6:06 pm IST)