Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગાંધીનગરના પોર ગામે પોલીસે દરોડા પાડી એક શખ્સને મોપેડ પર વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડયો

ગાંધીનગર:જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે ત્યારે અડાલજ પોલીસે પોર ગામમાં બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને મોપેડ ઉપર વિદેશી દારૃની ર૩૪ બોટલ સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ દારૃનો વેપલો કરનાર બે શખ્સો નાસી છુટયા હતા અને આ સ્થળેથી પણ મોપેડ ઉપરથી વિદેશી દારૃની વધુ ર૩ર બોટલ મળી આવી હતી. પોલીસે કુલ ૧.૬૧ લાખનો વિદેશી દારૃ કબ્જે કરી ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

આગામી તા.ર૮ ફેબુ્રઆરીએ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લામાં પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પોર ગામના ભોયણીયો વાસમાં રહેતો વિજય બળદેવજી ઠાકોર વિદેશી દારૃનું વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં એક મોપેડ ઉપર રાહુલ પરેશભાઈ બારોટ રહે. ભાગ્યોદય સોસાયટી જેજે પાર્કની બાજુમાં કુબેરનગર અમદાવાદને ઝડપી પાડયો હતો. જેની પાસે રહેલા અલગ અલગ કોથળામાં તપાસ કરતાં વિદેશી દારૃની નાની મોટી ર૩૪ બોટલ મળી આવી હતી. જે દારૃ સંદર્ભે પુછતાં સુશિલ ઠાકોરે પોર ખાતે બોલાવીને આપ્યો હોવાનું કહયું હતું. સુશિલ ઠાકોર અને વિજય બળદેવજી ઠાકોર નાસી ગયા હતા. ત્યારબાદ અન્ય એક મોપેડ પણ કબ્રસ્તાન પાસેથી મળી આવ્યું હતું. જેમાંથી પણ અલગ અલગ થેલામાંથી વિદેશી દારૃની ર૩ર બોટલ મળી આવી હતી. જેના પગલે પોલીસે આ મોપેડ ચાલકની પણ શોધખોળ શરૃ કરી છે. બે મોપેડ અને વિદેશી દારૃની ૪૬૬ બોટલ મળી કુલ ૧.૬૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 

(6:06 pm IST)