Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

હિંમતનગરના ગોકુલનગરમાં ગાયનેક તબીબ વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ દાખલ થતા ડોક્ટરની મહિલાના પતિને ધમકી

હિંમતનગર: તાલુકાના ગોકુલનગર વિસ્તારની એક મહિલા ગર્ભવતી બન્યા બાદ ત્રણ માસ અગાઉ તેણીને હિંમતનગરના એક ગાયનેક તબિબની હોસ્પિટલમાં લઈ જવાયા બાદ આ તબિબે સિઝેરીયન કરાવીને બાળકને જન્મ અપાવ્યો હતો.

ત્યારબાદ તેના એક મહિના પછી આ મહિલાને લેવામાં આવેલા ટાંકામાંથી પ્રવાહી નિકળવાનું શરૂ થતા તે અંગે મહિલાના પતિએ તબિબની બેદરકારી હોવાનો આક્ષેપ કરી વિવિધ સ્થળે રજુઆત કરી હતી. જે અંગેનો મામલો શહેરમાં ટાક ઓફ ધી ટાઉન બન્યા બાદ બુધવારે ગાયનેક તબિબ વિરૂધ્ધ હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવાઈ છે.

(6:08 pm IST)