Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સી આર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો,માં વાઈસ પ્રેસિડેન્ટ બનાવાયો

અમદાવાદ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલને ફૂટબોલ એસોસિએશનનો વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતથી જ સી.આર પાટીલ પરિવારવાદના વિરુદ્ધમાં નિવેદન આપી રહ્યા હતા. ત્યારે તેમના વિરોધી માટે હવે નવો મુદ્દો હાથમાં આવ્યો છે.

પાટીલે વંશવાદનું બહાનું કાઢી અનેક નેતાના પુત્રોની ટિકિટ કાપી છે. તેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રની પણ ટિકિટ કપાઈ છે. નાના કાર્યકરો માટે સગાવાદ અને મોટા નેતાને કોઈ નિયમ નડતો નથી

(7:08 pm IST)