Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો,ના સભ્યોએ ગેટ બહાર બેસી હાઇકોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરુ કરવા માંગ કરી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે SOP જાહેર કરવામાં આવશે તેનું ચુસ્તપણે પાલન કરાશે

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોશિયેશનના(GHAA) સભ્ય એડવોકેટ્સ શુક્રવારે ગુજરાત હાઇકોર્ટ ગેટ નંબર – 2 બહાર બેસીને ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવાની માંગ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસસોશિયેશનના (GHAA) જનરલ સેક્રટરી હાર્દિક ભ્રમભટ્ટે કહ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ સુનાવણી વહેલી તકે શરૂ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે SOP જાહેર કરવામાં આવશે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફે 13મી ફેબ્રુઆરીના રોજ ચીફ જસ્ટિસને પત્ર મોકલી ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી વહેલી શરૂ કરવાની માંગ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે રાજ્યના 4 મહાનગરોમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર આવેલી તમામ નીચલી કોર્ટમાં 1લી માર્ચ 2021થી ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનો આદેશ કર્યો છે. અગાઉ કેટલાક બાર પ્રમુખ દ્વારા નીચલી કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા બાબતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી વિનંતી કરી હતી

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ તરફે લખાયેલા પત્રમાં રજુઆત કરવામાં આવી હતી કે રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આયોજન કરી રહ્યું છે. ચૂંટણીમાં 45 લાખ જેટલા લોકો જોડાશે. જ્યારે બીજી તરફ અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ભારત મેચ યોજવાની છે, વડા પ્રધાન મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવે.

(11:40 pm IST)