Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

કાલ થી ધારાસભ્યો અને મીડિયા મિત્રો વચ્ચે એમએલએ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન: શબ્દોના સ્થાને બેટ અને બોલની રમઝટ બોલશે

ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ ૨૦૨૨-૨૩નું ટાઈમ ટેબલ: ૨૦, ૨૭ અને ૨૮ માર્ચ દરમિયાન કોબા ખાતેના ખાનગી ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન

 
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો માટે સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ ૨૦૨૨-૨૩નું ટાઈમ ટેબલ જાહેર ધારાસભ્યો અને મીડિયા મિત્રોની ૧૦ ટીમો ટૂર્નામેન્ટ રમશે. ૨૦, ૨૭ અને ૨૮ માર્ચ દરમિયાન કોબા ખાતેના ખાનગી ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન. મેચ ૨૦ ઓવરની રહેશે.
 
૧૦ ટીમોમાં સાબરમતી, નર્મદા, સરસ્વતી, તાપી, વિશ્વામિત્રી, મહિસાગર, બનાસ, ભાદર અને મીડિયા ટીમો રમશે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નર્મદા ટીમના કેપ્ટન છે, ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાબરમતી ટીમના કેપ્ટન. સાબરમતી ટીમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમતા જોવા મળશે, હર્ષ સંઘવી હાર્દિક પટેલની ટીમમાંથી રમશે.

 

(12:49 pm IST)