Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

માણેકચોકના રાત્રી બજારમાં હવે મોટો ફરેફાર : અમદાવાદીઓ જમીન પર જ મિજબાની માણશે

વધતી જતી ભીડ અને તકલીફોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે દરેક રેસ્ટોરન્ટવાળાને પોતાના ટેબલ હટાવીને જમીન પર જ બેસીને ભોજન પીરસવાનો આદેશ કર્યો

અમદાવાદ :વધતી જતી ભીડ અને તકલીફોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે માણેકચોકના રાત્રી બજારમાં જામેલા ખાણીપીણી બજારમાં એક મોટો ફેરફાર કર્યો છે અને એ ફેરફારમાં દરેક રેસ્ટોરન્ટવાળાને પોતાના ટેબલ હટાવીને જમીન પર જ બેસીને ભોજન પીરસવાનો આદેશ કર્યો છે.  

  આમ કરવાથી અહીં ભીડ અને અરાજક્તામાં ઘટાડો થવા પામ્યો છે. એક સમય હતો કે જ્યારે માણેકચોક અમદાવાદમાં હરવાફરવાનું સ્થળ ગણાતું. અમદાવાદમાં મીલોનું સામ્રાજ્ય આવ્યું ત્યારે અહીં ધીમે ધીમે નાસ્તાની રેકડીઓ અને હોટલો જામવા લાગી. છેલ્લે છેલ્લે તો પરિસ્થિતિ એવી થઈ કે વાહનોના પાર્કિંગ અને લોકોની અવરજવરને કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. આ બધી પરિસ્થિતિને જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરએ આ વિસ્તારમાં હળવાશ અનુભવાય એ હેતુથી માણેકચોકમાં ટેબલ ખુરશી હટાવીને જમીન પર બેસીને જ જમવાના વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. પ્રસ્તુત તસવીરમાં લોકો માણેકચોકમાં જમીન પર બેસીને ભોજન લઈ રહ્યા છે.

(5:23 pm IST)