Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

વડોદરા પોલીસે ભારત ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ પર કારમાં સટ્ટો રમાડતા બે બુકીઓને ઝડપી પાડ્યા

બુકીઓ પાસેથી રૂપિયા 5 લાખની રોકડ મળી:ગોલ્ડન ચોકડી નજીક સંગમ હોટલ પાસે કારમાં સટ્ટો રમતા રમાડતા બંને ઝડપાયા

વડોદરા પોલીસે ભારત ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ પર કારમાં સટ્ટો રમાડતા બે બુકીને ઝડપી પાડ્યા છે. બુકીઓ પાસેથી રૂપિયા 5 લાખની રોકડ મળી આવી છે. ગોલ્ડન ચોકડી નજીક સંગમ હોટલ પાસે કારમાં સટ્ટો રમતા રમાડતા બંને ઝડપાયા હતા.

 ઝડપાયેલા આરોપીઓમાં પંચમહાલના હાલોલના વિષ્ણુ કાછીયા અને ઝાકીર ઘાંચીની પૂછપરછમાં અન્ય ત્રણના નામ પણ ખુલ્યા છે. હાલોલના ગોપાલ વાળંદ, રવિ શાહ અને હિતેશ વરિયાને ઝડપી પાડવા હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(7:05 pm IST)