Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ઊંઝાના દાસજ પાસેથી વરિયાળીને સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવીને, નકલી જીરું બનાવવાનું કારખાનુ ઝડપાયું

48 બોરીમાં સંગ્રહાયેલુ 3360 કિલો નકલી જીરું સીઝ કરાયુ; ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ મેળવી લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા

મહેસાણાના ઊંઝાના દાસજ પાસેથી વરિયાળીમાંથી જીરું બનાવવાની ગોડાઉન ઝડપાયુ છે. દાસજમાં મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડીને બનાવટી જીરુનો જથ્થો ઝડપા પાડ્યો છે. 48 બોરીમાં સંગ્રહાયેલુ 3360 કિલો નકલી જીરું સીઝ કરાયુ છે.

 તપાસમાં પટેલ જય દશરથભાઈ નામના શખ્સનું આ ગોડાઉન હોવાનું ખુલ્યું છે. વરિયાળીના ભુસાને પ્રોસેસ કરીને બનાવટી જીરું બનાવાતુ હતુ. વરિયાળી ઉપર સિમેન્ટ અને ગોળનો ઢોળ ચડાવીને નકલી જીરું બનાવાતું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ મેળવી લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા છે

(7:09 pm IST)