Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

વડોદરા એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધાને લીલીઝંડી : હવે વિદેશ જતા હજારો મુસાફરોને મળશે લાભ

વડોદરા એરપોર્ટથી વિદેશ જતાં મુસાફરોને હવે અહીંથી તેમના સામાનનું કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી શકશે.

વડોદરા :વડોદરા એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધાને લીલીઝંડી મળી છે. જેથી હવે વિદેશ જતાં હજારો મુસાફરોને તેનો લાભ મળશે. વડોદરા એરપોર્ટ પર વધુ એક આંતરરાષ્ટ્રીય સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે. મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે પોતાની વડોદરા મુલાકાત દરમિયાન આ ભેટ આપી હતી.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે આ રાજપત્રને સ્વિકારીને જાહેર કર્યો હતો. વડોદરા એરપોર્ટથી વિદેશ જતાં મુસાફરોને હવે અહીંથી તેમના સામાનનું કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી શકશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાથી એક પણ વિદેશની ફ્લાઇટ ઓપરેટ થતી નથી. કારણ કે વડોદર એરપોર્ટ પરનો રનવે ટૂંકો હોવાથી કેનેડા કે અમેરિકાની મોટી ફ્લાઇટ લેન્ડ થઈ શકતી નથી, એરપોર્ટની એક તરફ હાઈવે તો બીજી તરફ સોસાયટી આવેલી છે. જેથી ટૂંકો રન-વે હવે હાઇવે અને રહેણાકની વચ્ચે અટવાયો છે

(7:16 pm IST)