Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

રાજ્યમાં કોરોનાએ ફરીવાર ઉપાડો લીધો : છેલ્લા અમદાવાદમાં 70 કેસ સહીત 18 જિલ્લામા નવા 133 પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદકોર્પોરેશનમાં 70 કેસ, મહેસાણામાં 16 કેસ, સુરત કોર્પોરેશનમાં 8 કેસ,રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 6-6 કેસ,રાજકોટમાં 5 કેસ, ભરૂચ અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર, પોરબંદર,અને સુરતમાં 2-2 કેસ,અમરેલી, ભાવનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,જામનગર કોર્પોરેશન, મહીસાગર,મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો :રાજ્યમાં 740 એક્ટિવ કેસ વધીને 521 થયા: શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે,રાજ્યમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે રોજ બરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 133 કેસ નોંધાયા છે, આજે વધુ 48 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,66,929 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.08 છે

 

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 294 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.94.786 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 

 રાજ્યમાં હાલ 740 કેસ છે.જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે જયારે 735 દર્દીઓ સ્ટેબલ છે.

 રાજ્યમાં આજે નવા 133 કેસ નોંધાયા છે,આજે અમદાવાદ કોર્પોરેશનમાં 70 કેસ, મહેસાણામાં 16 કેસ, સુરત કોર્પોરેશનમાં 8 કેસ,રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 6-6 કેસ,રાજકોટમાં 5 કેસ, ભરૂચ અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર, પોરબંદર,અને સુરતમાં 2-2 કેસ,અમરેલી, ભાવનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,જામનગર કોર્પોરેશન, મહીસાગર,મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:50 pm IST)