Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે નક્લી શેમ્પુનો વેપાર કરતા ત્રણ ઠગબાજોને પોલીસે ઝડપ્યા

આરોપીઓ અસલીના નામે નકલીનો ગોરખધંધો ચલાવીને લોકો સાથે ઠગાઇ આચરતા હતા.: કુલ 7 લાખ 35 હજારના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ

સુરત પોલીસે જાણીતી બ્રાન્ડના નામે નકલી શેમ્પુનો વેપાર કરતા ઠગબાજોનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ અસલીના નામે નકલીનો ગોરખધંધો ચલાવીને લોકો સાથે ઠગાઇ આચરતા હતા. કંપની સંચાલકોના ધ્યાને મામલે આવતા કોપીરાઇટ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત પોલીસે ઉતરાણ વિસ્તારના શ્રીનાથજી આઇકોનમાં દરોડા પાડ્યા હતા અને કુલ 7 લાખ 35 હજારના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે નકલી શેમ્પુનો ઉપયોગ વાળ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. પોલીસના દરોડા દરમિયાન ત્રણ આરોપીઓ શેમ્પુની બોટલોનું પેકિંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે તમામની ધરપકડ કરીને પ્રિન્ટિંગ, સ્ટિકર, બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણેય આરોપીઓ સામે કોપીરાઇટ એક્ટના ભંગબદલ કાર્યવાહી કરવામાં આવી છે

   
 
(7:44 pm IST)