Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

એક વર્ષથી પ્રોહી.ના ગુનામાં ભાગતા આરોપીને સાગબારાથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા


(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સૂંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લાના પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના આપતા જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ ખાનગી બાતમીદાર તેમજ વોચ આધારે ઝડપી પાડવાની સુચના અનુસંધાને પો.ઇન્સ .એલ.સી. બી. નાઓને બાતમી મળેલ કે સાગબારા પો.સ્ટે. નાં પ્રોહી.ગુનાના નાસતા ફરતા આરોપી યોગેશ વાસુદેવ સોની (રહે. ખેતીયા રોડ, મહારાજા હોટલની બાજુમાં, પાનસેમલ તા.પાનસેમલ જી.બડવાની (એમ.પી.)) નાનો સાગબારા તરફ આવી રહેલ હોવાની બાતમી આધારે એલ.સી .બી. ટીમના પોલીસ માણસોને સાગબારા પો.સ્ટે. વિસ્તારના ચીકાલી ફાટક પાસે વોચ દરમ્યાન નાસતો ફરતો આરોપી યોગેશ વાસુદેવ સોનીને ઝડપી પાડી ડેડીયાપાડા પો.સ્ટે.માં સોંપવા આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:07 pm IST)