Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

સુરતમાં મંગળવારે ઉત્રાણ પાવર હાઉસના ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે

પાવર હાઉસની ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી માત્ર 7 સેકન્ડમાં કુલિંગ હાઉસને ધરાશયી કરાશે

સુરત : આગામી 21 માર્ચના રોજ ઉત્રાણ પાવર હાઉસના ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે. જેમાં પાવર હાઉસની ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી ધરાશાયી કરવામાં આવશે. જે માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ હાઉસને તોડી પાડશે. જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે

 દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ વર્ષો પછી જુના પ્લાન્ટને તોડવો પડે છે. 21 માર્ચ ના રોજ કુલીંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે.કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા આશરે 30 થી 40 મીનીટનો સમય લાગી શકે છે બ્લાસ્ટીંગ ટાઈમ માત્ર 7 થી 8 સેકન્ડનો રહેશે એટલે કે માત્ર 7 થી 8 સેકન્ડ માં જ આખો ટાવર કડડભુસ થઈ જશે.

(11:38 pm IST)