Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ભારે વરસાદના કારણે અરવલ્લીના મોડાસા પંથકમાં અલગ-અલગ વિસ્તારોમાં બાગાયતી પાકને નુકશાન

મોડાસાના મણિયાર, કોકાપુર,મોરા ,ડઘાલિયા, વરથુ અને નહેર કંપા સહિતના વિસ્તારોમાં માવઠુ પડતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો

અમદાવાદ :  ભારે વરસાદના કારણે અરવલ્લીના મોડાસા તાલુકામાં અલગ-અલગ વિસ્તારોમાં બાગાયતી પાક નષ્ટ થઈ ગયો છે. મોડાસાના મણિયાર, કોકાપુર,મોરા ,ડઘાલિયા, વરથુ અને નહેર કંપા સહિતના વિસ્તારોમાં માવઠુ પડતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે.

  મણિયાર પંથકમાં અંદાજિત 100 વીઘામાં ખેડૂતોએ તરબુચનુ વાવેતર કર્યું હતુ, જે રીતે તરબુચનુ ઉત્પાદન થઈ રહ્યુ હતુ તેમાં ખેડૂતોને આશા હતી કે આ વર્ષ તરબૂચના સારા ભાવ મળશે.

જો કે ખેડૂતોના તરબુચ માર્કટ સુધી પહોંચે તે પહેલા જ પવના સાથે વરસેલા વરસાદ અને કરાના કારણે તરબુચ ફાટી ગયા છે. આટલુ મોટુ નુકસાન થતા હવે ખેડૂતો સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે.

(11:52 pm IST)