Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મેઘરજ તાલુકાના કાલીયાકુવા નજીક પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ ગુજારી પરેશાન કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

મેઘરજ:તાલુકાના કાલીયાકુવા ગામની પરણીતાને મહીસાગર જિલ્લાના વાવકુવા ગામના સાસરીયાઓ માનસિક અને શારિરીક ત્રાસ આપી મહીલા સાથે ઝૂડ કરતાં મહિલાએ તેના પિયર ખાતે આવી મેઘરજ પોલીસ મથકમાં પતિ સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. કાલીયાકુવ ગામની ૨૬ વર્ષીય મહીલાના વર્ષ પહેલાં મહીસાગર જિલ્લાના ખાનપુર નજીક વાવકુવા ગામે પંકજ સોમા ડામોર સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ મહીલા તેની સાસરીમાં રહેતી હતી અને મહીલાનો ઘર સંસાર સારો ચાલેલો ત્યારબાદ મહીલાનો પતિ પંકજ મહીલાને કહેતો હતો કે મારે તને રાખવી નથી અને તુ અમારા દાગીના આપી દે તેમ કહી મહીલા સાથે તોછડુ વર્તન કરતો હતો અને સામાન્ય બાબતે ઝગડો કરી મહીલાને માનસિક અને શારીરીક ત્રાસ આપતો હતો મહીલાના જેઠ અને સાસુ-સસરા પંકજની ઉશ્કેરણી કરતા હતા અને મહીલાના સાસરી પક્ષે મહીલાને શારીરીક અને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી વારંવાર કાઢી મુકતા હતા ત્યારે મહીલાના પિયર પક્ષ મહીલાને સમજાવી સાસરીમાં મોકલતા હતા.

(5:22 pm IST)