Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજપીપળા રોહિતવાસમાં વાવાઝોડાના કારણે વીજ પોલ અને વૃક્ષ પડતા બાળકોનો આબાદ બચાવ:બાઈક દબાઈ જતા નુકસાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના રોહિતવાસ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર વીજળીનો પોલ અને વૃક્ષ પડતા ત્યાં રમતા સ્થાનિક બાળકોનો આબાદ બચાવ થયો હતો,વીજ પોલ ઉપર થી જીવંત વાયરો નીચે પડતા સ્થાનિકોમાં દોડધામ જોવા મળી હતી એ સમયે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જોકે ત્યાં ઘર આંગણે પાર્ક કરેલી એક બાઈક પોલ નીચે દબાઈ જતા નુકશાન થયું હતું સદનસીબે કોઈને ઇજા કે જાનહાની થઈ નથી પરંતુ તૌકતે વાવાઝોડાની અસર આજે સવારે રાજપીપળાના રોહિતવાસમાં જોવા મળી હોય તેમ લાગ્યું હતું.હાલ વીજ કંપની દ્વારા પાવર સપ્લાય બંધ કરી દેતા સ્થાનિકોમાં કોઈ જોખમ ન હતું પરંતુ જ્યારે આ ઘટના ઘટી ત્યારે જીવલેણ સાબિત થઈ શકી હોત, સદનસીબે કોઈ ઇજા કે જાનહની થઈ ન હતી.

(10:16 pm IST)