Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સર્વત્ર પાણી પાણી:ઉમરગામમાં સાડા બાર ઇંચ વરસાદ ખાબક્યો : ઠેર -ઠેર જળબંબાકાર : રસ્તા અને ખેતરો,નાળાઓ ઉભરાઇ ગયા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં તૌક્તે વાવાઝોડાની અસરએ કહેર મચાવ્યો હતો. ઉમરગામમાં 26 કલાકમાં સાડા બાર ઇંચ વરસાદ ખાબક્યો વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામ તાલુકામાં સોમવારે બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ પડયા બાદ રાત્રિના 10થી મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી વધુ 6.5 ઇંચ વરસાદ થયો હતો.આમ 28 કલાકમાં ઉમરગામ તાલુકામાં કુલ 12.5 ઇંચ વરસાદ ખાબકતા તાલુકામાં વરસાદથી લોકો બેહાલ થઇ ગયા હતા.ઠેર ઠેર જળબંબાકાર થઇ ગયા હતા.રસ્તા અને ખેતરો,નાળાઓ ઉભરાઇ ગયા હતા.જ્યારે ખેડૂતો ચિંતા માં મૂકયા હતા

(9:25 am IST)