Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

IMAનો સીએમ વિજયભાઇ રૂપાણીને પત્ર

આંશિક લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવાની હિમાયત

પત્રમાં લખ્યું છે કે, 'કોવિડ-૧૯ની સ્થિતિ ઘણી મહેનત બાદ નિયંત્રણમાં આવી છે'

અમદાવાદ, તા.૧૯: ઈન્ડિયન મેડિકલ અસોસિસએશન (IMA), ગુજરાત ચેપ્ટરએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે, કોવિડ-૧૯ના સ્થિતિ ઘણી મહેનત અને તણાવ બાદ નિયંત્રણમાં આવી છે. પત્રમાં મુખ્યંત્રીને વિનંતી કરવામાં આવી છે કે, ફરીથી કોવિડ-૧૯ના પ્રસરતો અટકાવવા માટે ૩૬ શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અને બિન-જરૂરિયાતની વસ્તુઓની દુકાનો બંધ રાખવા જેવા નિયંત્રણો સહિત આંશિક લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવું જોઈએ.

રાજય સરકારે ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન શુક્રવાર સુધી લંબાવ્યું છે અને વાવાઝોડાની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ બિન-જરૂરી ધંધાઓ ખોલવા કે કેમ તે અંગેનો નિર્ણય લેશે તેવી શકયતા છે.

ત્પ્ખ્, ગુજરાતના પદાધિકારીઓ ડો. કમલેશ સૈનાની અને ડો. મહેન્દ્ર પટેલે પત્રમાં રજૂઆત કરી છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાતમાં કોવિડ-૧૯ના બીજી લહેરની એન્ટ્રી બાદ કેટલાક દિવસથી કોવિડના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.

'રાજય સરકારે સમયસર આંશિક લોકડાઉન લાદી દેતા આ શકય બન્યું હતું. જેમાં તમામ બિન-જરૂરી સેવા બંધ રાખવામાં આવી છે અને ઘર બહાર નીકળતા લોકોની સંખ્યામાં પણ દ્યટાડો થયો છે. જેના પરિણામરુપે કોરોનાના કેસ ઘટયા છે', તેમ પત્રમાં કહેવામાં આવ્યું છે.

પદાધિકારીઓએ ચેતવણી આપી કે, ભૂતકાળના અનુભવ મુજબ, આગામી થોડાક દિવસોમાં આંશિક લોકડાઉનમાં રાહત આપવી અથવા હટાવી લેવું તે ભૂલ ગણાશે. 'જો આમ કરવામાં આવશે તો જે કેસ ઓછા થયા છે તે ફરી વધી જશે. આ સિવાય લોકોના જીવન ગુમાવ્યા સિવાય તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ થશે', તેમ પત્રમાં લખ્યું છે.

(10:18 am IST)