Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી SGVP ગુરુકુલ દ્વારા રૂપિયા ૫૧ લાખની આયુવેદ કીટોનું વિનામૂલ્યે વિતરણ

અમદાવાદઃ હાલ કોરોના મહામારીનો સામનો કરી રહેલા દેશમાં શહેર કરતા ગામડાઓની સ્થિતિ ખૂબ નાજુક છે. ગામડાઓમાં પીડિત લોકો માટે દવા-દવાખાનાની યોગ્ય વ્યવસ્થાના અભાવે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે.

આવી વિકટ પરિસ્થિતિમાં SGVP ગુરુકુલ સંસ્થા દ્વારા કોરોના મહામારીમાં સંસ્થાના અધ્યક્ષ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી “SGVP હેલિસ્ટિક હૉસ્પિટલ'ના નિષ્ણાંત વેધો દ્વારા આયુર્વેદ કીટ તેયાર કરવામાં આવી છે. આ આયુવેદ કીટ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે. કીટમાં આપેલ ઓષધિઓનો યથાયોગ્ય ઉપયોગ દ્વારા શરીરમાં ઇમ્યુનિટીનું પ્રમાણ વધે છે.

સ્વામીશ્રીના હસ્તે આ આયુવેદ કીટના વિતરણનો આરંભ કરાયો હતો. ખાસ કરીને ગામડાઓમાં સ્થિતિ વધારે નાજુક હોવાથી આ કીટ ગામડાંના જરૂરિયાતમંદ લોકો માટે છે. કોવીડની ગાઈડ લાઈનમાં રહીને સ્વયંસેવકો ગામડાઓમાં દર્દીઓને વિનામૂલ્યે આ કીટનું વિતરણ કરી રહ્યા છે.

આજદિન સુધી ૬૦૦૦ ઉપરાંત કીટનું ૧૦૦ જેટલા ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. એક કીટ આશરે ૮૫૦ રૂપિયાની તેયાર થઈ છે. જેમાં સંસ્થા દ્વારા આશરે એકાવન લાખ રૂપિયાની કીટોનું વિનામૂલ્યે વિતરણ થયું છે.

(2:54 pm IST)