Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જીટીયુ દ્વારા સ્થાપના દિવસની ઉવજવણી

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) એ ૧૪ માં સ્થાપના દિવસની ઉજવણી ડીઝીટલ માધ્યમથી કરી હતી. મુખ્ય મહેમાન તરીકે રાજયના શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા ઓનલાઇન સામેલ થયા હતા. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ, કુલસચિવ ડો. કે. એન. ખેર, જીએસએમએસના ડાયરેકટર ડો. પંકજરાય પટેલ, બીઓજી મેમ્બર પ્રો. ડો. એસ. ડી. પંચાલ તેમજ ગુજરાત આયુર્વેદ યુનિ. ના ભૂતપૂર્વ આચાર્ય ડો. હિતેશ જાની, ધ ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલના પ્રિન્સીપલ કાઉન્સેલર એસ. કાર્તિકેયન પણ ડીઝીટલ માધ્યમથી જોડાયા હતા. જીટીયુ કોરોના વોરીયર્સ થીમ પર યોજાયેલ આ કાર્યક્રમમાં કોરોના વોરીયર્સને બીરદાવવામાં આવેલ. તેમજ આજના સમયમાં ટેકનોલોજીની ઉપયોગીતા વિષે ચર્ચા કરાઇ હતી.

(3:15 pm IST)