Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અજયકુમાર તોમર અને અજયકુમાર ચૌધરી આ બન્ને આઈપીએસ ચર્ચામાં શા માટે છે? વાયરલ વાતોનું વિશેષ

બાથરૂમમાં રહો કે બાલ્કનીમાં રહો, ડ્રોંઈગ રૂમમાં કે બેડરૂમમાં રહો, પણ ઘર બહાર ન નીકળો, કોરોના સે બચકે રહેના, ન જાને કિસ પે આયેગા : સુરતના પોલીસ કમિશ્નર દ્વારા હૈ, અપના દિલ તો આવારા ગીતને કોરોના જાગૃતિથી સાંકળી લેવાયું: અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા લોકગીતો સાથે અદ્ભુત ચિત્રોની જુગલબંધી

રાજકોટ, તા.૧૯:   કોરોના મહામારી સમયે ચોતરફ એક જ વાત, એક જ ચર્ચા અને સમાચારોની સતત વહેતી સરવાણી અને અન્ય લોકોની હાલત તથા અવસાન નોંધ વાચી વાચી માત્ર લોકો જ નહિ પોલીસ સ્ટાફ અને પરિવાર પણ સ્વાભાવિક રીતે સતત માનસિક દબાણ હેઠળ રહે છે, ત્યારે માત્ર પોલીસ સ્ટાફ કે પરિવાર જ નહિ પરંતુ અન્ય લોકોના માનસિક બોજ હળવો ફૂલ બને તે માટે સુરત અને અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા ચાલતા પ્રયાસોની આભ ફાટયું હોય ત્યારે થીગડું મારવા જેવી લાગે પરંતુ નકારાત્મક વિચાર્યા વગર થતાં પ્રયાસોની નોંધ એટલા માટે લેવાવી જોઈએ કે અન્યોને પણ એ દીશામાં દષ્ટિ કરવાની પ્રેરણા મળે.  

સૌ પ્રથમ વાત કરીએ સુરતની આ શહેરને ડ્રગ્સ મુકત કરવા અભિયાન શરૂ કરનાર પોલીસ કમિશનર અજયકુમાર તોમર ખૂબ જ સારી રીતે ગુજરાતી બોલી સમજી શકે છે તેવો એ શહેર પોલીસને મારો વિસ્તાર કોરોના મુકત વિચાર આપ્યો છે,જે માટે એક ખાસ ગીત તૈયાર કરાયુ છે, બાલ્કનીમાં રહો,બાથરૂમમાં રહો,ડ્રોઈંગ રૂમમાં રહો કે બેડ રૂમમાં રહો ટૂંકમાં ઘરમાં રહો,ઘર બહાર નહિ,આ ગીત ઘેર ઘેર પ્રચલિત થયું છે.                                            

યે આપના દિલ તો અવારા, ન જાને કિસ પે આયેગા,ગિત પરથી કોરોના સે બચકે રહેના, ન જાને કિસપે આયેગા, કોરોના સામે ડર નહિ સાવધાની સૂચક ગીત ખૂબ વાયરલ થયું છે

આજ રીતે વિશ્વભરની આર્ટ ગેલેરીઓમાં જેમના ચિત્રો ગુજરાતની આનં બાન અને શાન વધારી રહ્યા છે તેવા અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોધરી દ્વારા પણ જાણીતા લોકગાયક ગમન ભુવાજી સાથે લોક ભોગ્ય ભાષામાં ગીત સાથે ગીતના સુર સાથે પેઇન્ટિંગ તુરત કરી અનેરા સંગમ દ્વારા કોરોના સામે જાગૃતિ ફેલાવવા પ્રયાસો ચાલે છે, પ્રથમ લહેર વખતે લોકોને ફીલ ગુડ કરાવવા વિશ્વના કલાકારો સાથે પોઝિટિવિટીના રંગના સાથીયા પુરેલ.   

 તેમના પત્ની દીપ શિખા ચોધરી દ્વારા પણ કોરોના વોરિયર્સ ને હિંમત આપતો અને હકારાત્મક વિચારો ફેલાવતો વિડિયો સોંગ પણ વાયરલ થયેલ.

(3:16 pm IST)