Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કપડવંજ કેળવણી મંડળ તરફથી વડતાલમાં કોવિડ કેર સેન્ટર હોસ્પિટલમાં 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ

કોવિડ કેર સેન્ટર સ્વામિનારાયણ હોસ્પિટલમાં દર્દીઓની નિશુલ્ક સારવાર :સહયોગ સ્વરૂપ 10 મશીન અપાયા

વડતાલ : કપડવંજ કેળવણી મંડળ તરફથી વડતાલમાં નિશુલ્ક સારવાર આપતા કોવિડ કેર સેન્ટર સ્વામિનારાયણ હોસ્પિટલમાં મૌલિક ભટ્ટના હસ્તે 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો આપવામાં આવ્યા છે.

“પ્રથમ ફાઉન્ડેશન “અને “વીનમાર ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન”ની દેશવાસીઓની સેવાના ભાગરૂપે મોટી સંખ્યામાં આવા મશીનો દેશમાં આવી રહ્યા છે, તેમની ભાવના દેશવાસીઓની સેવાની છે, વડતાલ સંસ્થા કોવિડ દર્દીઓની નિશુલ્ક સારવાર કરે છે, તેમાં સહયોગ સ્વરૂપ 10 મશીન મળ્યા છે.

વડતાલ સંસ્થાવતી ડો. સંત સ્વામીએ દાતા સંસ્થાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, આ મશીનો દ્વારા અમો વધુ દર્દીઓની સેવા કરી શકીશુ .આ અર્પણવિધિમાં વડતાલના પૂ નૌતમપ્રકાશ સ્વામી – પ્રમુખશ્રી સત્સંગ મહાસભા; પૂ ગોવિંદપ્રસાદ સ્વામી – મેતપુરવાળા , પૂ શ્યામવલ્લભ સ્વામી ; પૂ પૂરૂષોત્તમ સ્વામી ; તથા કપડવંજ કેળવણી મંડળના સીઈઓ મૌલિક ભટ્ટ તથા વડતાલ સંસ્થાના 100 બેડના આઈસોલેશન સેન્ટરના સંચાલક રાજુભાઈ ડોલ્ફીન વોચ અને સુનિલભાઈ બોરિઆવીવાળા વગેરે ઊપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિર નજીકમા ભવિષ્યમાં ઓક્સિજન માટે બેંક બનાવી ઘેર બેઠા પ્રાથમિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરી રહી છે.

(6:32 pm IST)