Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વલસાડ જિલ્લામાં કોરોના હાંફયો :આજે નવા ૬૧ કેસો નોંધાયા : વધુ ૩ ના મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :ગુજરાત ભર માં કોરોના નો કહેર ઘટયો છે ત્યારે આજે ઘણા દિવસો પછી વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસો ઘટયા નું જણાય છે.
   વલસાડ જિલ્લાના તાલકાઓમાં માં આજે એટલે કે ૧૯ મી મે નાં રોજ વલસાડ ૧૨, પારડી ૧૦, વાપી ૧૦, ઉમરગામ ૧૧, ધરમપુર ૯, અને કપરાડા ૯ કેસો મળી કુલ ૬૧ નવા કેસો સામે આવેલ છે, અને ૩ દર્દી ઓ નાં અવસાન થયેલ છે.
   જોકે આજે ૮૯ દર્દી ઓ કોરોના મુકત થઇ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૯૮૨ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:05 pm IST)