Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

અમદાવાદમાં 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી બે ઓફિસો સીલ કરી દેવાઈ

અત્યાર સુધીમાં 6925 એકમો ઓફિસોમાં ચેકિંગ:નિયમ ભંગ કરનાર 47 એકમોને સીલ કરાયા

અમદાવાદ : કોરોનાનું  સંક્રમણ ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત ખાનગી ઑફિસોમાં 50 ટકા જ સ્ટાફ બોલાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

જે અનુસંધાને આજે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એ એમ ટી એસ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 336 જેટલી ખાનગી ઑફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન 2 ઑફિસોમાં 50ટકા કરતા વધુ સ્ટાફ હોવાથી સીલ કરવામાં આવી છે. તેમજ નોટિસ પણ આપવામાં આવી છે.

આગામી દિવસોમાં AMCની ટીમ દ્વારા ઓફીસોમાં 50% સ્ટાફ અને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન અંગે ચેકીંગ હાથ ધરવામાં આવશે. તેમજ ઓફિસમાં હાજર 50 ટકા સ્ટાફને પણ માસ્ક પહેરવું,તેમજ સેનેટાઈઝર ઉપયોગ કરવા સહિતની કોરોના ગાઇડ લાઈનનું પાલન કરવાનું રહેશે.

અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6925 એકમો ઓફિસોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાંથી નિયમનો ભંગ કરનાર 47 એકમોને સીલ કરવામાં આવ્યા છે.

સીલ કરાયેલ ઓફિસમાં .ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર,બી 802, સફલ હેક્ઝા,સોલા અને 2.કે એન પી ટેકનોલોજી ,એ 802,803, સફલ હેકઝા ,સોલા છે

(9:57 pm IST)