Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વડિયા જકાત નાકા પાસે ઇકો ગાડીમાં વધુ માણસો બેસાડનાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીકના વડિયા જકાતનાકા પાસેથી પોલીસે વાહનમાં વધુ માણસો બેસાડી ઝડપાઇ ગયેલા વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટાઉન પી.આઈ એમ.બી ચૌહાણ ની ફરીયાદ મુજબ તેઓ વાહન ચેકિંગ માં નીકળ્યા હતા ત્યારે વડિયા જકાનાકા પાસેથી ઇકો ગાડી લઈ પસાર થતા મિલીન્દભાઇ અશોકભાઇ કાછીયા( રહે.કાછીયાવાડ રાજપીપલા )એ પોતાની ઇકો ફોર વ્હિલર ગાડીમા છ થી વધારે મુસાફરો બેસાડી મળી આવતા તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે.

(10:04 pm IST)