Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજપીપળા રાજેન્દ્રનગર હાઈસ્કુલ પાસે 2 લાખ રૂપિયા લેવડ દેવડ બાબતે બીજા દિવસે ક્રોસ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ પાસે બે લાખ ની લેવડ દેવડ માં સામે પક્ષે પણ ક્રોસ ફરીયાદ નોંધાવી છે
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પંચવટી સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે મંગલસિંહ વિજયસિંહ મૌર્ય ની ફરીયાદ અનુસાર તેમણે સલીમભાઈ બાબુભાઈ કુરેશી રહે.રાજપીપલા શાક માર્કેટ ને ઉછીના રૂ.બે લાખ આપેલ જે તેમણે પરત આપેલ ન હોય જેથી તા . ૧૭/૦૫/ ૨૦૨૧ ના રોજ રાત્રીના આઠેક વાગે તેઓ તથા તેનો સાળો મહિપાલસિંહ સરઘરસિંહ સેહલોત એ તેમની મો.સા લઈને રાજેન્દ્રનગર હાઈસ્કુલ પાસેથી આવતા હતા તે સમયે સલીમ કુરેશી ત્યાં મળતાં તેમણે આપેલ રૂપિયાની માંગણી કરતાં સલીમભાઈ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારતા તેમના સાળા મહિપાલસિંહ એ તેમને છોડાવેવ્યા ત્યારબાદ સલીમભાઈ જતા જતા તારા પૈસા તને આપવાના નથી અને હવે પછી મને કયાંય મળીશ તો તને જાનથી મારી નાખીશ તેવી તેવી ધમકી આપી હોય રાજપીપળા પોલીસે એક દિવસ પહેલા સલીમ કુરેશી ની ફરીયાદ બાદ આજે મહેન્દ્રસિંહ મૌર્ય ની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે

(10:07 pm IST)