Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તાઉ તે વાવાઝોડાના કારણે નાંદોદના ધાનપોર સહિતના અનેક ગામોમાં ખેડૂતો ના ઉભા પાકને મોટું નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાઉ તે વાવાઝોડાએ ગુજરાતને બાનમાં લીધું છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લા ઓમાં વાવાઝોડાની અસર વધારે  જોવા મળી હતી જ્યારે કેટલાક જિલ્લાઓમાં નહિવત અસર જોવા મળી હતી.જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર સહિતના કેટલાય ગામોમાં કેળ અને શેરડીના ઉભા પાકને ભારે નુકશાન થયું છે, પવનના ભારે જોર વચ્ચે કેળના કિંમતી થડ કેળના ઝૂમખાં સાથે જમીન દોસ્ત થઈ જતા ધાનપોર ગામના ખેડતો ને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન થવા પામ્યું છે. અગાઉ પણ ગત ચોમાસા વખતે નર્મદામા પુર આવતા કરજણ નદીનું પાણી પાછું પડતા ધાનપોર સહિત અન્ય કરજણ કાંઠાના ગામો મા પૂરના પાણી ઘુસી જતા ખેતીને ભારે નુકસાન થયું હતું.કુદરતી આફતના કારણે થયેલ નુકશાન અંગે સરકાર યોગ્ય વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

અન્ય જિલ્લાઓની સરખામણીમાં નર્મદા જિલ્લામાં "તાઉ-તે" વાવાઝોડા ની અસર ઓછી જોવા મળી હતી ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં વાવાઝોડાની અસરના કારણે ઘણા બધા કાચા મકાનો ને નુકસાન થવા પામ્યું છે ઉપરાંત કેટલાક ગામોમાં વીજપુરવઠો પણ ખોરવાઇ ગયો હતો ઉપરાંત નાંદોદ તાલુકા ના ખેડૂતોને વાવાઝોડાના કારણે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે કોરોના કાળમાં પાયમાલ થયેલ ખેડૂતોના માથે વધુ એક આફત આવી છે ખેડૂતોનો તૈયાર કેળનો પાક વાવાઝોડાના કારણે ઝમીન દોસ્ત થયો છે

 ઉપરાંત કેયલક બાગાયતી પાકોને પણ નુકશાન થવા પામ્યું છે નાંદોદ ના ધાનપોર ગામે ખેડૂતોએ ખેતર માં ઉગાડેલ કેળા નો પાક ને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે કુદરતી આફત ના કારણે થયેલ નુકશાન અંગે સરકાર યોગ્ય વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

(10:12 pm IST)