Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ગરમીની સાથે ઇમરજન્‍સી કેસમાં વધારોઃ મે માસના પહેલા કરતા બીજા અઠવાડીયે ૭.૪૮ ટકા દર્દી વધ્‍યા

ગુજરાતમાં બે અઠવાડીયામાં કુલ ૯૪૫૭ કેસ ૧૦૮માં નોંધાયા : તાવ-ઝાડા-ઉલટી-પેટ અને માથાનો દુઃખાવો- બેભાન થવાની ફરિયાદો : ૧૦૮ અમ્‍બ્‍યુલન્‍સો સતત દોડતી રહીઃ પહેલા અઠવાડીયે ૪૫૫૮ અને બીજામાં ૪૮૯૯ કેસ નોંધાયા

અમદાવાદ તા.૧૯: ગુજરાતમાં ચાલુ મે મહિનામાં ભીષણ ગરમી પડતા તેની અસર ઇમરજન્‍સી કેસોમાં જોવા મળી છે. પહેલા અઠવાડીયાની તુલનાએ બીજા અઠવાડીયે ૭.૪૮ ટકા કેસ વધ્‍યો છે. બંન્‍ને અઠવાડીયામાં રાજ્‍યમાં સોૈથી વધારે કેસ વધવાનું અંતર ગાંધીનગરમાં ૩૧ ટકા અને અમદાવાદમાં ૧૭ ટકા જેટલું છે.

ગુજરાત જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સના આંકડા મુજબ મે મહિનાના પ્રથમ બે અઠવાડીયામાં પેટના  દુઃખાવાની ૩૧૭૬ ઇમરજન્‍સી સામે આવી હતી. જેમાં પહેલા અઠવાડીય ે૧૫૬૫ અને બીજામાં ૧૬૧૧ નોંધાયા હતા. જ્‍યારે ઉલ્‍ટી અને ડાયેરીયાના કુલ ૨૨૧૩ કેસ નોંધાયેલ. જેમાં પહેલા અઠવાડીયે ૧૦૭૮ અને બીજા અઠવાડીયે ૧૧૩૫ હતા.

ઉપરાંત હીટ સ્‍ટ્રોકના ર૭ કેસોમાંથી પહેલા અઠવાડીયે ૧૪ અને બીજામાં ૧૩ દર્દીઓ હતા. તાવના ૧૩૭૨ માંથી ૬૩૯ પહેલા અઠવાડીયે અને ૭૩૩ બીજા અઠવાડીયામાં નોંધાયા હતા. ગંભીર માથાના દુઃખાવાના  ૧૪૪ માંથી ૭૭ અને ૬૭ અનુક્રમે પહેલા અને બીજા અઠવાડીયે નોંધાયેલ હતા.

 જ્‍યારે ગરમીથી બેભાન થવાના કે પડી જવાના રપરપ કેસ નોંધાયા છે જેમાં ૧૧૮૫ પહેલામાં અને ૧૩૪૦ બીજા અઠવાડીયામાં નોંધાયા હતા. આમ શરૂના બે અઠવાડીયામાં કુલ ઇમરજન્‍સી કેસ ૯૪૫૭ નોંધાયા હતા. તેમાંથી પહેલા અઠવાડીયે ૪૫૫૮ અને બીજા અઠવાડીયે ૭.૪૮ ટકા વૃધ્‍ધી સાથે ૪૮૯૯ કેસ નોંધયા હતા.

(1:15 pm IST)