Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સાણંદ સ્‍ટેશન ખાતે નોન ઇન્‍ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી ૪ ટ્રેનો રદ

અમદાવાદ-વીરમગામ સેક્‍શન માં આવેલ સાણંદ સ્‍ટેશન ખાતે નૉન ઇન્‍ટરલોકિંગ કામગીરી માટે બ્‍લોક ના લીધે રાજકોટ ડિવિઝન થી થઈ ને જવા વાડી ચાર ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવી છે. રાજકોટ ડિવિજન ના સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્‍યા મુજબ રદ્દ થયેલી ટ્રેનો ની વિગત આ પ્રમાણે છે

રદ્દ થયેલી ટ્રેનો

૧. ૨૦ મે, ૨૦૨૨ ની ટ્રેન સંખ્‍યા ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ એક્‍સ્‍પ્રેસ.

૨. ૨૦ મે, ૨૦૨૨ ની ટ્રેન સંખ્‍યા ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ એક્‍સપ્રેસ.

૩. ૨૦ મે, ૨૦૨૨ ની ટ્રેન સંખ્‍યા ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ.

૪. ૨૧ મે, ૨૦૨૨ ની ટ્રેન સંખ્‍યા ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ.

મુસાફરોને થયેલી અસુવિધા બદલ રેલવે તંત્ર ને ખેદ છે.

૨૦ મે ની પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્‍ટ ટ્રેન રદ્દ

દક્ષિણ પૂર્વ રેલવેમાં સ્‍થિત ખડગપુર સ્‍ટેશન પર નૉન ઇન્‍ટરલોકિંગ કાર્ય કરવા માટે બ્‍લોક ના લીધે રાજકોટ ડિવિઝન થી થઈ ને જવા વાડી બે ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવી છે. રાજકોટ ડિવિજન ના સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્‍યા મુજબ રદ્દ થયેલી ટ્રેનો ની વિગત આ પ્રમાણે છે 

રદ્દ થયેલી ટ્રેનો

૧. ૨૦ મે, ૨૦૨૨ ની ટ્રેન સંખ્‍યા ૧૨૯૪૯ પોરબંદર- સાંતરાગાછી સુપર ફાસ્‍ટ એક્‍સપ્રેસ.

૨. ૨૨ મે, ૨૦૨૨ ની ટ્રેન સંખ્‍યા ૧૨૯૫૦ સાંતરાગાછી-પોરબંદર સુપર ફાસ્‍ટ એક્‍સપ્રેસ.

        મુસાફરોને થયેલી અસુવિધા બદલ રેલવે તંત્ર ને ખેદ છે.

(1:16 pm IST)