Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વડોદરામાં સ્‍વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત યુવા શિબીરને વીડિયો કોન્‍ફરન્‍સથી નરેન્‍દ્રભાઇ મોદીનું સંબોધન

7 દિવસીય શિબીરનો હેતુ યુવાનોને સમાજ સેવા અને રાષ્‍ટ્ર નિર્માણમાં સામેલ કરવાનો

વડોદરાઃ પ્રધાનમંત્રીએ વડોદરા કારેલીબાગ ખાતે સ્‍વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલ યુવા શિબીરને વીડિયો કોન્‍ફરન્‍સથી સંબોધન કર્યુ હતુ. સાત દિવસ ચાલનાર સત્‍સંગમાં સી.આર. પાટીલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. શિબીરનો હેતુ યુવાનો સમાજ સેવા તથા રાષ્‍ટ્ર નિર્માણમાં સહભાગી થાય તે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19મી મે 2022ના રોજ એટલે કે આજે સવારે 10:30 વાગ્યે વડોદરાના કારેલીબાગ ખાતે આયોજિત 'યુવા શિબિર'ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. સ્વામિનારાયણ મંદિર, કુંડલધામ અને સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જ્યારે સી.આર.પાટીલ મંદિરમાં ઉપસ્થિત રહેશે. હાલમાં સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ ખાતે 7 દિવસીય સત્સંગ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. સાથે જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મંદિરે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહેશે અને તે પણ કાર્યક્રમમાં લોકોને સંબોધન કરશે.

શિબિરનો હેતુ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં વધુ યુવાનોને સામેલ કરવાનો છે. તે એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત વગેરે પહેલો દ્વારા નવા ભારતના નિર્માણમાં યુવાનોને ભાગીદાર બનાવવાનો પણ હેતુ ધરાવે છે.

(4:48 pm IST)