Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સુરતમાં અગાઉ ફાર્મમાં દારૂનો નશો કરી કાર ચલાવતા શખ્સે અકસ્માત કરતા જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:જિલ્લામાં કામરેજ પોલીસે ડીસેમ્બર-2021 દરમિયાન હત્યાના ગુનાને એકસીડેન્ટમાં ખપાવીને લુંટ કરવાના ગુનાઈત કારસામાં જેલભેગી કરેલી આરોપી મહીલાએ ચાર્જશીટ બાદ કરેલી જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ વિવેક મપારાએ નકારી કાઢી છે.

અલથાણ ખાતે મંત્ર હાઈટ્સમાં રહેતા ફરિયાદી રોહિત જમન રાણપરીયાએ તા.2-12-21ના રોજ પોતાના ભાઈ હિરેન રાણપરીયાને મૂળ ભાવનગર શિહોરના વતની આરોપી પરેશ ભવાન જાસોલીયા(રે.શિવાન્તા પેલેસ,સરથાણા જકાતનાકા)એ પોતાના મોરથાણા ગામની સીમમાં આવેલા રોયલ વીલા ફાર્મમાં બોલાવીને સહ આરોપી લત્તા ઉર્ફે ખુશી મકવાણા, જીજ્ઞોશ ભવાન જાસોલીયા, મનીષ કાળુ લાઠીયાના મેળા પિપણામાં બળજબરીથી દારુ પીવડાવીને માર મારીને બેભાન કરી નાખ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ મરનારને વલણથી અલુરા ગામ જવાના રોડ પર શાંતાબા ફાર્મ પર હિરેનને નીચે ઉતારીને તેની પર ફોર્ડ ફીગો કાર બે ત્રણ વાર ચલાવીને મૃત્યુ નિપજાવીને તેના શરીર પરથી સોનાના દાગીના લુંટી લઈને મરનારનું એક્સીડેન્ટમાં મૃત્યુ થયું હોય તેમ પુરાવાનો નાશ કર્યો હતો.

આ કેસમાં કામરેજ પોલીસે જેલભેગી કરેલી મૂળ રાજકોટ-જામકંડોરણાની વતની આરોપી લત્તા ઉર્ફે ખુશી રવજી મકવાણા (રે.એ-વન હાઈટ્સ, યોગીચોક)એ ચાર્જશીટ રજુ થયા બાદ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં એપીપી સંતોષ ગોહિલે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપી મહીલા મુખ્ય આરોપી પરેશ જાસોલીયાની નજીકની મિત્ર છે.આરોપીએ મરનારને લોહીવાળી ચાદર અને લુંટ કરેલા ઘરેણાં પોતાની પાસે રાખીને ગુનાના શરૃઆતથી અંત સુધી સમગ્ર બનાવ વખતે સ્થળ પર હાજર હતી.જેથી આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની અને ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.

(6:11 pm IST)