Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વડોદરાના ભાયલી વિસ્તારમાં વેપારીના 1.08કરોડ પડાવનાર આરોપીના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

 વડોદરા:ઓનલાઇન જાહેરાતો આપી અથવા લોકોએ સોશિયલ મીડિયા  પર મુકેલા મોબાઇલ નંબરો મેળવી  તે નંબરના આધારે સંપર્ક કરી ઓનલાઇન પૈસા પડાવતી મુંબઇની ટોળકીને વડોદરા જિલ્લા એલસીબીએ મુંબઇથી ઝડપી પાડી હતી.આ ગુનામાં પકડાયેલા મુંબઇના ઠગની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. આ અંગેની વિગત એવી છે કે ભાયલીમા ગેલેક્સી બંગલોઝ ખાતે રહેતા નાગેશ રૃગનાથ ઘુગરધરેએ નોકરી મેળવવા માટે લીન્કડઇન એપ્લીકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરી પોતાના ફોટા અને બાયોડેટા મૂક્યો હતો. આ બાયોડેટાના આધારે મોબાઇલથી સંપર્ક કરી રોહન માને, જોસેફ ડીસોઝા, રોશની મહેતા, સજ્જાદ બેગ અને નીલોફર બેગે સંપર્ક કરી લા મેન પાવર સર્વિસિઝની મેમ્બરશિપ અપાવવા લોભામણી લાલચો આપી નાગેશ પાસેથી અલગ અલગ બેન્ક ખાતાઓમાં રૃા.૧.૦૮ કરોડ જેટલી રકમ ઓનલાઇન જમા કરાવી પરત નહી આપી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ગુનામાં પોલીસે આરોપી સજ્જાદ સત્તારબેગ ઉર્ફે સુરેશ બેગ (રહે.ડોંબીવલી, કલ્યાણ, થાને, મુંબઇ)ની પોલીસે ધરપકડ કરી હતી.અને તા.૦૮-૦૮-૨૦૨૦ થી તે જેલમાં છે.સરકાર તરફે વકીલ પરેશ પટેલે રજૂઆત કરી હતી કે,આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી જણાય છે.અગાઉ જામીન પર મુક્ત થયેલા આરોપીઓ નાસી ગયા છે.હાલનો આરોપી પણ ભાગી જાય તેવી શક્યતા છે.જેથી, જામીન અરજી નામંજૂર કરવી જોઇએ.એડિશનલ સેશન્સ જજ એમ.કે.ચૌહાણે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.

(6:13 pm IST)