Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મોટાહેડવા ગામે લાકડા કાપવા બાબતે માથાકુટમાં પત્નીને કુહાડી મારી ઈજાઓ કરનાર પતિ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટાહેડવા ગામના ચુનિલાલ શંકરભાઇ વસાવાએ તેમના દીકરા દિપકભાઇને ડુંગરમાં લાકડા કાપવા માટે સાથે આવવા જણાવતા દિકરાએ હું તડકામાં નથી આવતો તેમ કહેતા પોતાના દિકરાને ગાળો આપતો હોય જેથી પત્ની સુમિત્રાબેને દિકરાને કેમ ગાળો આપો છો તેમ કહેતા પતિ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ઘરમાં મુકેલી કુહાડી લઇ આવી પત્ની ને કુહાડી વડે મારી દેતા ચામડી કપાઇ ઇજા થતા કરી ત્યારબાદ પણ ડાબા પગના પીંડીના ભાગે કુહાડીની મુંદર મારી ગેબી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:43 pm IST)