Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજપીપળા પોલીસે સેંગપુરા ગામની સીમમાંથી દારૂની ભઠ્ઠી પકડી પાડી : રૂ.2700 ના મુદામાલ સાથે એકને ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે બાતમીના આધારે સેંગપુરા ગામની સિમમાંથી રેડ દરમ્યાન દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપી મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો.
  પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસ ટીમ  પ્રોહીબીસન રેડમાં નીકળી હતી ત્યારે મળેલી બાતમીના આધારે ગરુડેશ્વર તાલુકાના સેંગપુરા ગામની સીમમાં રેડ કરતા ત્યાંથી બાતમી મુજબ દેશી દારૂ લિ . ૩૫ કિ.રૂ .૭૦૦ તેમજ બે પતરાના બેરલમાં આશરે ૧૦૦૦ લીટર જેટલો ગોળ તથા ઠંડો વોશ કિ.રૂ.૨૦૦૦ - મળી કુલ કિં.રૂ .૨૭૦૦ ના મુદામાલ સાથે ભઠ્ઠી ચલાવી દારૂ વેચનાર વિનયભાઇ ગજેન્દ્રભાઈ વસાવા (રહે,સેંગપુરા )ને ઝડપી પાડ્યો હતો

(10:22 pm IST)