Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અમદાવાદ જિલ્લામાં મેલેરીયા વિરોધી જુન માસની ઉજવણીના ભાગ રૂપે જનજાગૃતિ કરાઇ

વૈશ્વીક મહામારીમાં કોવિડ કામગીરી સાથે પણ સર્વેલન્સ દરમ્યાન ૧૫૦૦૪૪ ઘરો ની મુલાકાત લેવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શૈલેષ પરમાર ના માગર્દર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ તથા તેમની ટીમ દ્રારા મેલેરીયા વિરોધી જુન માસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લામાં ૧-૬-૨૦૨૧ થી ૧૫-૬-૨૦૨૧ ના પ્રથમ પખવાડીયા દરમ્યાન કોવિડ-૧૯ ની વૈશ્વીક મહામારી માં કોવિડ કામગીરી સાથેસાથે પણ સર્વેલન્સ દરમ્યાન ૧૫૦૦૪૪ ઘરો ની મુલાકાત લેવામાં આવી હતી. ટીમો દ્વારા આ ઘરોની મુલાકાત દરમ્યાન ૪૩૫૩૮૧ પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી  ૪૪૮ ઘરોમાં અને ૫૯૭ પાત્રોમાં મચ્છરોના પોરા જોવા મળેલ જેનો એન્ટીલાર્વલ કામગીરી  કરી પોરાનો નાશ કરવામાં આવેલ હતા. સર્વેલન્સ દરમ્યાન તાવના ૧૩૩૩૩ કેસ મળ્યા હતા તે તમામ ના લોહીના નમુના મેલેરીયા ની ચકાસણી માટે લીધેલ જે તમામ નેગેટીવ આવ્યા હતા અને સાદો-સિઝનલ તાવ હોવાનું જણાયેલ છે. મેલેરીયા વિરોધી જુન માસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લામાં મેલેરીયા,ડેન્ગ્યુ, ચિકુનગુનીયા જેવા વાહકજન્ય રોગો અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા માટે સ્ટીકર, બુકલેટ,ફોમસીટ  જાહેર જગ્યાએ લગાવી જનજાગૃતિ કેળવવામાં આવેલ છે.

(9:38 am IST)