Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ત્રીજી લહેર આવે જ નહી તે માટે અંબાજી માતાજીને પ્રાર્થના કરતા વિજયભાઇ

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ આદ્યશકિત અંબાજી મંદિરમાં માતાજીના ભકિતભાવપૂર્વક દર્શન કર્યાઃ ગુજરાત ઉત્તમથી સર્વોતમ બને અને સૌના સુખ સમૃધ્‍ધિ સુખાકારી જળવાઇ રહે તેવી કૃપા આશિષ માં અંબાજી વરસાવે તેવી વાંછના કરતા વિજયભાઇ રૂપાણી

રાજકોટ,તા. ૧૯: મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસાથી મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએᅠ ᅠશનિવારની વહેલી સવારે આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્‍ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીવિજયભાઈ રૂપાણીએᅠ પ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમતી અંજલિબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્‍તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર સફળતા મેળવ્‍યા બાદ વધુ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએજણાવ્‍યું કે માસ્‍ક, સોશિયલ ડિસ્‍ટન્‍સ, મહત્તમ વેક્‍સિનેશનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે અને હારશે કોરોના, જીતશે ગુજરાતના મંત્રને આપણે સૌ સાથે મળીનેᅠ ચરિતાર્થ કરી શકીશું.ધારા સભ્‍ય શ્રી શશીકાંતભાઇ પંડ્‍યા, બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્‍થાન ટ્રસ્‍ટના ચેરમેનશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, આસી.કલેક્‍ટરશ્રી પ્રશાંત જીલોવા, અંબાજી દેવસ્‍થાન ટ્રસ્‍ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણᅠ સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને માઇભક્‍તોᅠ આ દર્શન પૂજન માં મુખ્‍યમંત્રીશ્રી સાથે ઉપસ્‍થિત રહ્યા હતાં.

(11:27 am IST)