Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ઔરંગા નદી બ્રિજ પર કમર તોડી નાંખે તેવા ખાડા: તંત્ર નિદ્રાધીન

બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લોકો જે જોઈ રહ્યા છે દ્રશ્યો તે દ્રશ્યો તંત્ર જોઈ રહ્યું નથી તંત્રએ આંખે પાટા બાંધ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડના કૈલાશ રોડ પર આવેલ ઔરંગા બ્રિજ પર મસમોટા ખાડા પડી ગયા છે ખાડા ના હિસાબે રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લોકો જે જોઈ રહ્યા છે દ્રશ્યો તે દ્રશ્યો તંત્ર જોઈ રહ્યું નથી તંત્રએ આંખે પાટા બાંધ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે તંત્રના પાપે દોઢ કિલોમીટર સુધી વાહનોની લાઈનો છે જો હજુ પણ આ રોડનું કામ કરવામાં નહીં આવે તો રોડ વધુ પડતો ખરાબ થશો અને વધુ વાહનોનો ખડકલો થશો તેમા શંકાને સ્થાન નથી

(12:32 pm IST)