Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ઓનલાઇન આઇટી સ્કીલના નવા સ્ટાર્ટઅપ આઇટેકનો કે-૧ર ક્ષેત્રમાં પ્રવેશ

(કેતન ખત્રી) અમદાવાદ, તા. ૧૮ : નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦માં વિદ્યાર્થીઓમાં ૨૧મી સદીના કૌશલ્યો વિકસાવવાનું ધ્યેય વ્યકત કરાયું છે. આમ છતાં પણ કૌશલ્ય શિખવવામાં તથા કૌશલ્ય પૂરૃં પાડવામાં મોટુ અંતર પ્રવર્તે છે. આ ઉદ્દેશ સાથે આઈએએનટીએ ધોરણ-૬ થી ૧૨ આઈટેક નામનું ૧૦૦ ટકા ઓનલાઈન આઈટી સ્કીલ તાલિમ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.આઈટેક અભ્યાસક્રમોમાં ટેકનોલોજી સ્કીલીંગ- કોડીંગ, આઈટી ફંડામેન્ટલસ, કલાઉડ કોમ્પ્યુટીંગ, સાયબર સિક્યોરિટી, રોબોટિકસ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, પાયથોન વગેરેનો સમાવેશ કરાશે અને કોગ્નિટીવ ર્લનિંગ-હેલ્થ એનરીચમેન્ટ, માઈન્ડ મેપીંગ, જનરલ નોૅલેજ વગેરેને આવરી લેવાશે. આ અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં એક નવું પાસુ ઉમેરાશે, જે તેમને વર્ગખંડમાં મળતા શિક્ષણ સાથે સુસંગત બની રહેશે.જે વિદ્યાર્થીઓ State, CBSE અથવા ICSE બોર્ડ સાથે જોડાયેલા હોય તે આ અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે. આઈએએનટીના મેનેજીંગ ડિરેકટર ભકિત ઓઝા ખેરાની જણાવે છે કે આ અભ્યાસક્રમમાં કૌશલ્ય અને જ્ઞાનનો સમન્વય કરીને વિદ્યાર્થીઓની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. આગળ જતાં સફળ કારકીર્દિ માટે આ પ્રકારનું કૌશલ્ય અત્યંત આવશ્યક બની રહેશે.

(3:28 pm IST)